આજે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સંસ્થાન (સરધાર ધામ)ના મહંત, પરમ પૂજનીય શ્રી નિત્યસ્વરૂપદાસ સ્વામીજી દર્શન માટે અમૃતસર સ્થિત શ્રી દરબાર સાહિબ પધાર્યા હતા. આ શુભ અવસરે, આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સ્વામીજીની મુલાકાત લીધી અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. ભગવંત માન સાહેબે દેશ અને પંજાબની સુખાકારી માટે પણ આશીર્વાદ લીધા અને તેમની સરકાર હંમેશા લોકોની સેવાને પ્રાથમિકતા આપીને દેશ સેવા કરતી રહે એ માટે પણ સ્વામીજીના આશીર્વાદ લીધા.