Skip to content
Facebook-f Instagram Youtube
  • Join AAP
  • Donate
  • About Us

    Our History

    Our Leadership

    Constitution

    Election Symbol

  • Media Gallery

    Press Release

    Official Spokespersons

  • Election Corner

    Delhi Elections 2025

  • Get Involved

    Join AAP

    Become a Member

    Careers

    Internship

    Fellowship

  • आप का रामराज्य

ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા-ડેડિયાપાડા

  • July 23, 2026

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહારેલીનું આયોજન. જેમા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહેશે.

Press Note

30 વર્ષથી સત્તામાં બેસેલી ગુજરાતની ભાજપ સરકારને માત્ર ચૈતર વસાવાનો ડરે


આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલી બાદ ધારાસભ્ય ચૈત્ર વસાવાના સમર્થનમાં લોકોએ જે દોઢ લાખ સિગ્નેચરો કરી હતી તેને કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સહિત AAPના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોએ સાબિતી આપી હતી કે તેઓ હર હંમેશ ચૈતર વસાવાના સમર્થનમાં છે અને આશા છે કે ઝડપથી તેઓ બહાર આવશે અને ફરી એકવાર પોતાની ગર્જના કરશે.


ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ લોકોએ સિગ્નેચર કરી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સભામાં જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે આદિવાસી સમાજના દિકરા ચૈતરભાઈ વસાવાને બચાવવા માટે આપ તમામ લોકોએ 1.5 લાખ સિગ્નેચરો કરી આપી, નરેન્દ્ર મોદીની તાકાત નથી કે આ કામ કરી બતાવે. ચાર દિવસ પહેલા આપણે પંજાબનો વિડીયો જોયો હતો અને એનાથી આપણને ખ્યાલ આવી ગયો કે ચૈતરભાઈને ફક્ત લોકલ ભાજપના નેતાઓએ નહીં પરંતુ ઉપરના નેતાઓએ જેલમાં નખાવ્યા છે. એક તાજા સમાચાર છે કે ગુજરાતની કોર્ટમાં 16 લાખ કેસો પેન્ડિંગ છે, આ બધા કેસો વર્ષોથી પેન્ડિંગ છે પરંતુ ચૈતરભાઈનો કેસ તો હમણાં થોડા સમય પહેલા થયો હતો જો ચૈતરભાઈને તમે ફટાફટ કેસ ચલાવીને સજા કરાવી શકો છો તો આ 16 લાખ પેન્ડિંગ છે એમને કેમ નથી કરાવતા? આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપે ચૈતરભાઈ વસાવાને ખતમ કરવા માટે ષડયંત્ર કર્યું હતું. ચૈતરભાઈનો ગુનો એ હતો કે આદિવાસી સમાજ પર જે આફત આવતી હતી એની સામે તેઓ લડતા હતા. શકુંતલાબેનના આંખમાં હમણાં આંસુ આવી ગયા હતા તો આપણે આંસુઓનો બદલો લેવાનો છે. આદિવાસી ખેડૂતના ખેતરનો પાક નષ્ટ કરવામાં આવ્યો તો પહેલી જવાબદારી તો સાંસદ મનસુખભાઈની બનતી હતી, મનસુખભાઈ વન કર્મચારીઓને કહેવાની જરૂર હતી કે તેઓ ખોટું કરી રહ્યા છે. પરંતુ તેઓ બોલ્યા નહીં. પરંતુ ચૈતર વસાવા ખેડૂત સાથે ઊભા રહ્યા અને એમણે સમાધાન કરાવ્યું. ધારાસભ્યો-સાંસદો પ્રજાના હિતના કામ કરવા માટે હોય છે, દલાલી કરવા માટે નહીં. ઘણા બધા આદિવાસી સમાજના નેતાઓ ભાજપની પીપૂડી બની ગયા છે. આપણે આજે આ 1,50,000 સિગ્નેચરો કલેક્ટરને આપીશું પરંતુ કલેક્ટરની તાકાત નથી કે ઉપર સુધી વાત કરી શકે એટલા માટે આપણે આ સિગ્નેચરો રાષ્ટ્રપતિને મોકલવાના છીએ. 27 તારીખે છોટાઉદેપુરમાં પણ આ રીતનું સંમેલન કરવાનું છે. મને યાદ નથી કે આજ સુધી કોઈ નેતાના સમર્થનમાં દોઢ લાખ સિગ્નેચરો કોઈ કરી હોય, હવે આ સિગ્નેચરો આપણે ધીરે ધીરે કરીને 10 લાખ સુધી પહોંચાડવાની છે.

શકુંતલાબેનના આંખમાં આવેલ આંસુઓનો બદલો લેવાનો છે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, 30 વર્ષથી સત્તામાં બેસેલી ગુજરાતની ભાજપ સરકાર આજે ફક્ત ચૈતર વસાવાથી ડરે છે. એટલા માટે એમણે ચૈત્ર ભાઈને જેલમાં નાખવાનું કામ કર્યું છે. ભાજપ ૩૦ વર્ષથી સત્તામાં છે એને અહંકાર છે. આ લોકો દેશના લોકોને કીડા મકોડા સમજે છે અને આ પ્રકારની તાનાશાહીથી ભરેલી માનસિકતાની સામે આપણી લડાઈ છે. આ માનસિકતાની સામે જે લડાઈ ચાલી રહી છે એનું નેતૃત્વ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે. ભાજપના અનેક કાવતરાની સામે ચૈતરભાઈ ઝૂક્યા નથી. જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે ચૈતરભાઈ અને તેમના પરિવારનું નામ સુવર્ણ અક્ષરોથી લખાશે. આપણી લડાઈ મનસુખભાઈ વસાવા કે ભાજપના કાર્યકર્તાઓ સાથે નથી પરંતુ ભાજપની માનસિકતા સાથે છે અને આપણે આ માનસિકતાને હરાવવાની છે. જંતર મંતરમાં લાખો યુવાનો ભાજપની આ માનસિકતાની સામે લડાઈ લડી રહ્યા છે. દેશની શિક્ષણ વ્યવસ્થા સારી થાય એ ઉદ્દેશ્ય સાથે દેશના લાખો યુવાનોએ ફક્ત શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા 14 વર્ષમાં 35 પેપર લીક થયા. ગુજરાતમાં ચૈતર વસાવાએ ક્રાંતિનું બીજ વાવ્યું છે. ચૈતરભાઈ હાલ જેલમાં છે પરંતુ આપણે તમામ લોકોએ સાથે મળીને ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે. આપ તમામ લોકોએ ઘરે ઘરે જઈને દોઢ લાખ જેટલી સિગ્નેચર કરાવી છે તો આ પત્રો આપણે આજે કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશું. રાષ્ટ્રપતિને જણાવીશું કે ચૈતરભાઈ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. ચૈતરભાઈ સાથે ફક્ત આદિવાસી સમાજ નહીં પરંતુ આખું ગુજરાત છે. આટલી મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો એ સાબિતી આપે છે કે ચૈતરભાઈ ઝડપથી જેલમાંથી છૂટશે અને ભાજપને ઘર ભેગી કરશે.


ચૈતર વસાવા જેલમાં હોવા છતાં ઘરેઘરે નવા ‘ચૈતર’ પેદા થઈ ગયા છે

આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આપણા ધારાસભ્ય ચૈતર ભાઈ ત્રણ-ત્રણ વાર જેલમાં ગયા અને એમના ધર્મપત્ની પણ બે વર્ષ જેલમાં રહ્યા, આજે આપણે ચૈતર ભાઈ અને તેમના પરિવારનો ખૂબ આભાર માનવો જોઈએ. આજે ભલે ચૈતર ભાઈ જેલમાં હોય, પરંતુ તેમણે સમગ્ર ગુજરાતના ઘરેઘરે નવા ‘ચૈતર ભાઈ’ પેદા કરી દીધા છે. આ જ વાતથી ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી છે. એક સામાન્ય કેસમાં અઠવાડિયામાં અવારનવાર તારીખો પાડીને ભાજપ સરકારે ચૈતર ભાઈને હેરાન કર્યા અને એકાદ તારીખે ન જવાય તો તરત જ વોરન્ટ કાઢી લીધા! ૨૦૨૩ના કેસમાં ૨૦૨૬માં આ સરકારે ચુકાદો આપ્યો છે. પ્રદેશના નેતાઓએ ચૈતર ભાઈને ઉમરગામથી અંબાજી સુધીની તમામ બેઠકોની જવાબદારી સોંપી હતી. ચૈતર ભાઈએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ એક કરીને દરેક વિસ્તારમાં ફરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના સૂપડા સાફ કરી દીધા અને આટલી મોટી સંખ્યામાં બેઠકો જીતાડી આપી. આ જ કારણે ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે! આજે ૩૫-૩૫ વર્ષથી ભાજપના સાંસદ રહેલા નેતાઓ પૂછે છે કે ચૈતર ભાઈએ શું કામ કર્યું? જે સાંસદ ૩૫ વર્ષમાં પોતાના ગામનો રસ્તો નથી બનાવી શક્યા અને એશિયાની નંબર વન GIDC વિસ્તારમાં સાંસદ હોવા છતાં આપણા નર્મદા જિલ્લાના શિક્ષિત યુવાનોને પ્રાઇવેટ કે સરકારી નોકરી નથી અપાવી શક્યા, તે આપણું શું ભલું કરશે? ભાજપના સાંસદ કે ધારાસભ્ય ગાંધીનગર સુધી આખી ટીમ લઈને જાય છે તોય તેમની કોઈ વાત સાંભળતું નથી અને તેઓ ચૈતર ભાઈને દબાવવા નીકળ્યા છે. ચૈતર ભાઈ વસાવા ટૂંક સમયમાં આપણી વચ્ચે બહાર આવશે.

ભાજપે ચૈતર વસાવા સાથે જે કહ્યું તેનો બદલો 2027માં લેવાશે

આ સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની શકુંતલાબેન વસાવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે મને અને બીજા ચાર ખેડૂતોને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે તો અમે હાઇકોર્ટનો આભાર માનીએ છીએ. ભાજપ અમને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે અને આનો જવાબ 2027 માં આપીશું. ખેડૂતોને ન્યાય અપાવવાની જગ્યાએ ચૈતરભાઈને ખોટી રીતે સજા કરવામાં આવી એનો જવાબ પણ જનતા આપવા માટે તૈયાર છે. ધારાસભ્ય ચૈતર વસાવા અનેક મુદ્દાઓ પર લડતો આપે છે એ ભાજપ સરકારને ગમતું નથી એટલા માટે તેમને વારંવાર જેલમાં મોકલવામાં આવે છે. જેલમાં અમને ખૂબ જ તકલીફ પડતી હતી પરંતુ અમે પ્રજાના આશીર્વાદથી બહાર આવ્યા છીએ માટે આપ તમામ લોકોનો ખુબ ખુબ આભાર. સાહેબ (ચૈતરભાઈ)ની તબિયત સારી છે અને ઝડપથી એમને પણ જામીન મળશે.


ધારાસભ્ય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લોકો માટે લડતા રહેશે

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની વર્ષાબેન વસાવાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આપણે ગામડે ગામડે જઈને 1.5 લાખ સિગ્નેચરો કરાવી. આપ તમામ લોકોએ મને જે સાથ સહકાર આપ્યો એ હું ક્યારેય ભૂલીશ નહીં. આપણા ધારાસભ્ય આપણા માટે મોભી છે અને એમના વગર આપણને કેટલી તકલીફ પડી રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણી લડત ચાલુ રહેશે. ધારાસભ્ય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લોકો માટે લડત લડે છે, તેઓ ઘર પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે રહે છે અને એ જ ભાજપના નેતાઓને ગમતું નથી એટલા માટે તેઓ ધારાસભ્ય સાહેબને વારંવાર જેલમાં મોકલે છે 2027માં આનો બદલો લેવામાં આવશે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે રીતે આપણે નર્મદામાં વિરોધીઓના સુપડા સાફ કર્યા એ જ રીતે 2027માં અંબાજીથી ઉમરગામ સુધી સૂપડા સાફ કરવાના છે. મનસુખ દાદા તમારે ડિબેટમાં બેસવું હોય તો અમારી જનતા અને હું અમે તમામ લોકો તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ.

Social Stream

Tweets by AamAadmiParty
Do you think they can swoop any lower? Tell us in Do you think they can swoop any lower? Tell us in comments 👇
दिल्ली की भाजपा सरकार में ₹650 करोड़ के हेल्थ घोटा दिल्ली की भाजपा सरकार में ₹650 करोड़ के हेल्थ घोटाले के बाद अब 9वीं कक्षा की लड़कियों को बांटी गई साइकिलों में भी बड़ा घोटाला।

क्या है पूरा मामला? सुनिए AAP के दिल्ली प्रदेश अध्यक्ष सौरभ भारद्वाज से।
Moody Proved he's the real thug Moody Proved he's the real thug
When India needed leadership, the Prime Minister h When India needed leadership, the Prime Minister had other priorities.
जब Ethanol से Vehicle Owners, Farmers, Environment जब Ethanol से Vehicle Owners, Farmers, Environment और Foreign Exchange- किसी को भी फायदा नहीं हो रहा, तो Modi सरकार इसे देश पर क्यों थोप रही है?
मोदी सरकार द्वारा थोपा गया E20 पेट्रोल लाखों लोगों मोदी सरकार द्वारा थोपा गया E20 पेट्रोल लाखों लोगों की परेशानी बन चुका है। आप भी अपना वीडियो बनाकर सोशल मीडिया पर मुझे टैग कीजिए। मैं आपके वीडियो अपने अकाउंट से पोस्ट करूँगा।

-अरविंद केजरीवाल, राष्ट्रीय संयोजक, AAP

#KejriwalTownHallAgainstE20
Happy Friendship Day Fraaaands Happy Friendship Day Fraaaands
Moody Ji thought the crowd was there to support Fo Moody Ji thought the crowd was there to support Forced E20. Turns out, they came to oppose it.
Moody Ji's Answer on E20 Moody Ji's Answer on E20
मोदी सरकार की जबरन E20 नीति से लोगों को हो रही परे मोदी सरकार की जबरन E20 नीति से लोगों को हो रही परेशानियां, हमारी तीन मांगें और National Town Hall with Arvind Kejriwal में क्या-क्या हुआ: जानिए इस वीडियो में।
इतने सबूतों और Survey के बाद भी अगर सवाल उठाने वाल इतने सबूतों और Survey के बाद भी अगर सवाल उठाने वाले 'गलत' हैं, तो फिर सही रिपोर्ट कहाँ है?
Ethanol से ना देश की जनता खुश है, ना फॉरेन एक्सचें Ethanol से ना देश की जनता खुश है, ना फॉरेन एक्सचेंज बच रहा है और ना ही किसानों को फायदा हो रहा है, तो क्यों मोदी सरकार देश की जनता पर ज़बरदस्ती E20 थोप रही है?

— @ArvindKejriwal जी, राष्ट्रीय संयोजक, AAP
E20-E100 के नाम पर मोदी सरकार जनता को धोखा दे रही E20-E100 के नाम पर मोदी सरकार जनता को धोखा दे रही है।

#KejriwalTownHallAgainstE20
What amazing answers Moody Ji 😭💀 What amazing answers Moody Ji 😭💀
How much money are you losing because of E20’s red How much money are you losing because of E20’s reduced mileage? Click the link in our bio and calculate your loss.
मावां-धीयां का मान, पंजाब की शान! 'मुख्यमंत्री मा मावां-धीयां का मान, पंजाब की शान!

'मुख्यमंत्री मावां-धीयां सत्कार योजना' की दूसरी किश्त जारी! मान सरकार ने 35.5 लाख महिलाओं के खातों में भेजी 3 महीने की Advance सम्मान राशि।
Arvind Kejriwal: "कल आपका वीडियो आया था, ऐसा लगा आ Arvind Kejriwal: "कल आपका वीडियो आया था, ऐसा लगा आप रो देंगे।"
Moody Ji: "अगर चुनाव होते, तो मैं रो देता!"

#kejriwaltownhallagainste20
India is set to buy $100 billion worth of U.S. goo India is set to buy $100 billion worth of U.S. goods. At the same time, the Modi government is fast-tracking the rollout of E20 across the country.

If E20 is being pushed despite concerns over mileage, costs, and consumer choice, who is this policy really benefiting?

Who is PM Modi really protecting through this deal?

#kejriwaltownhallagainste20
👉 E20 और Pure Petrol ख़रीदने की Choice दी जाए 👉 P 👉 E20 और Pure Petrol ख़रीदने की Choice दी जाए 
👉 Pure Petrol से E20 सस्ता होना चाहिए 
👉 Pure Petrol ₹84/ltr से कम होना चाहिए
Fuel Pump Choke, Engine Failure... सुनिए, 12 साल स Fuel Pump Choke, Engine Failure... सुनिए, 12 साल से Motor Mechanic के तौर पर काम कर रहे Aamir Khan जी से, E20 petrol कैसे Vehicles को Damage कर रहा है। Live Demonstration के साथ।

#KejriwalTownHallAgainstE20
Follow on Instagram

“First, they ignore you, then they laugh at you, then they fight you and then you win.” - Mahatma Gandhi

AAM AADMI PARTY

1, Pandit Ravi Shankar Shukla Lane, (1 – Canning Lane)
New Delhi – 110001

  • Helpline No : 97185 00606
  • Timing : 9:00 am - 6:00 pm
  • Email ID: [email protected]

About

  • Our History
  • AAP Leadership
  • Constitution
  • Election Symbol
  • C2/C7 Documents
  • Archive Website

Media Resources

  • Press Release
  • Official Spokespersons

Follow us on

Facebook-f Instagram Youtube X-twitter
©2026 Aam Aadmi Party. All rights reserved.
  • Privacy Policy
  • Terms of Service
  • Contact Us
About Us

Our History

Our Leadership

Constitution

Election Symbol

Media Gallery

Press Release

Official Spokespersons

Election Corner

Delhi Elections 2025

Get Involved

Join AAP

Become a Member

Careers

Internship

Fellowship

आप का रामराज्य
Facebook-f Instagram Youtube